Achievements, Information of achieved Awardsવાર્ષિક અહેવાલ
અમારા વિષે

સફળતાઓ

  • સમગ્ર દેશમાં ચાલતી એગ્રી, માર્કેટીગ પ્રવૃતિ સાથે સંકળાયેલા વિવિધ બોર્ડ/નિગમની સરખામણીમાં બોર્ડ દ્વારા ખેત બજાર ઉત્પન્ન સમિતિઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે બચત સંકલિત સમુહ વિમા યોજના સૌ પ્રથમ સાંકળી લેવામાં આવેલ છે.
  • બજાર સમિતિના ચેરમેનશ્રી, સેક્રેટરીશ્રીઓ માટે રાજ્યકક્ષાના સેમીનાર, ખેડૂત ભાઈઓમાં જાગૃતિ માટે દરેક જીલ્લામાં ખેડૂત શિબિરોનું આયોજન.
  • બજાર સમિતિના કર્મચારીઓના જયપુર / હૈદરાબાદ અને પુના ખાતેના તાલીમવર્ગોનું સફળ આયોજન કરવામાં આવેલ.
  • ટેકનોલોજી મશીન ઓન કોટન-૩ અંતર્ગત કપાસની આવકવાળા માર્કેટીંગ યાર્ડમાં જરૂરી સુવિધા વધારવા માટે ભારત​સરકાર દ્વારા પ્રોજેકટ /સહાય મંજુરી કામગીરી. આ અન્વયે કુલ ૨૭ બજાર સમિતિઓના આ યોજનાના લાભ મળેલ છે અને દેશમાં સૌથી વધારે પ્રોજેકટ અને નાણાં લાવવામાં ગુજરાત પ્રથમ છે.
  • એગમાર્કનેટ સ્કીમ અંતર્ગત બોર્ડ દ્વારા ૫૪ બજાર સમિતિઓને વિના મૂલ્ય કોમ્પ્યુટર ફાળવવામાં આવેલ છે અને આ બજાર સમિતિઓ દ્વારા દરરોજ ઈન્ટરનેટ દ્વારા ભાવ કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવે છે અને આ વર્ષે વધારે ૪૫ બજાર સમિતિઓને વિના મૂલ્યે કોમ્પ્યુટર ફાળવવામાં આવનાર છે. સને ૨૦૦૪-૦૫ માં બાકીની ૩૮ બજાર સમિતિઓમાં વિના મૂલ્ય કોમ્પ્યુટર ફાળવવામાં આવસે.
  • બોર્ડ દ્વારા કોમ્પ્યુટર નેટવર્ક ઉભુ કરવા માટે રાજયની તમામ બજાર સમિતિઓ એગમાર્ક સ્કીમ હેઠળ વિના મૂલ્ય કોમ્પ્યુટર પુરા પાડી તમામ બજાર સમિતિઓનું કોમ્પ્યુટરાઈઝેસની કામગીરી હાથ ધરેલ છે.
  • મોડલ એકટ અન્વયે અમદાવાદ ખાતે માન. સહકારમંત્રીશ્રીની અધ્યક્ષતામાં બજાર સમિતિના પદાધિકારીઓ અને સહાકાર વિભાગના અધિકારીઓ સાથે મોડલ એકટની જાગૃતિ માટે બે સફળ સેમીનારનું આયોજન.
  • રૂરલ ગોડાઉન સ્કીમમાં બોર્ડની નોડલ એજન્સી તરીકે કામગીરીમાં અનેક વિસ્તારમાં ગોડાઉનનું બાંધકામ.
  • ઈન્કમટેક્ષની જાણકારી બાબતે બજાર સમિતિના હીસાબનીશ અને સેક્રેટરીઓના ઉદયભાણસિંહજી કોલેજ, ગાંધીનગરમાં તાલીમ વર્ગોનું આયોજન.
  • આ ઉપરાંત બોર્ડ દ્વારા નબળી બજાર સમિતિઓના વિકાસ માટે લોન, બજાર સમિતિના કર્મચારીઓને તાલીમ વગેરે કામગીરી હાથ ધરવામાં આવેલ.
  • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
  •  Government of Gujarat : External website that opens in a new window
  • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation