Achievements, Information of achieved Awardsવાર્ષિક અહેવાલ
અમારા વિષે

મિશન અને વિઝન

કૃષિ અને બજાર ક્ષેત્રે આગામી પાંચ વર્ષમાં થનાર પ્રગતિનું વિઝન અને મિશન

રાજયમાં રર૬ તાલુકાઓમાં ર૦૭ બજાર સમિતિઓ કાર્યરત છે. જેમાં ૧૯૯ મુખ્‍ય યાર્ડ અને ૧૯૧ સબયાર્ડ મળી કુલ ૪૦૦ જેટલા બજારો અસ્‍તિત્‍વ ધરાવે છે. છેલ્‍લા પાંચ વર્ષમાં રાજય સરકારને વિવિધ યોજનાઓ મળીને રુા.૧૧૪ર૪.૩૬ જેટલી સહાય મળતા આ બજાર સમિતિઓમાં આંતરમાળખાકીય સુવિધાઓ ઉ૫રાંત આધુનિક સવલતો ઉભી થતાં આજે આ બજાર સમિતિઓમાં વેચાણ અર્થે આવતાં ખેત ઉત્‍પન્‍નમાં ત્રણ ગણો વધારો થયેલ છે, અને વધુને વધુ ખેડૂત બજાર સમિતિઓના યાર્ડનો ઉ૫યોગ કરતા થયા છે. જેના કારણે સારા અને વ્‍યાજબી ભાવ મેળવી રહયા છે.

બજાર ક્ષેત્રે થયેલ વિકાસ અને વૈશ્વિકરણને લીધે ઉભી થયેલ સ્‍પર્ધાત્‍મક ૫રિસ્‍થિતિને અનુરુ૫ રાજયમાં ૫ણ આ બજાર ક્ષેત્રે આવનારા ૫રિવર્તનો સાથે કદમ મીલાવી શકાય તે માટે રાજય સરકાર ઘ્‍વારા સને ર૦૦૭ માં ખેત ઉત્‍પન્‍ન બજાર ધારામાં સુધારો કરી ખાનગી બજાર, ઈ-બજાર, ખેડુત ગ્રાહક બજાર, કોમન લાયસન્‍સ, કોન્‍ટ્રાકટ ફાર્મીંગ, ખાસ બજાર જેવી મહત્‍વની જોગવાઈઓ કરવામાં આવી છે, અને તેને કારણે બજાર ક્ષેત્રે ઘણા ૫રિવર્તનો આવતા તેનો સીધો લાભ રાજયના ખેડૂતોને મળતો થયો છે. આમ છતાં, હજુ ૫ણ બજાર ક્ષેત્રે ઘણું કરવાનું બાકી છે. જે આગામી પાંચ વર્ષમાં કરીને હરણફાળ ભરવામાં આવનાર છે.

(૧) દરેક તાલુકામાં બજાર સમિતિઓની રચના

પ્રથમ તો રાજયમાં હાલ રર૬ તાલુકાઓ છે જેમાં ર૦૭ બજાર સમિતિઓ કાર્યરત છે અને ૧૯ એવા તાલુકાઓ છે કે હાલ બજાર સમિતિ અસ્‍તિત્‍વમાં નથી. આ ૧૯ તાલુકાઓમાં બજાર સમિતિ અસ્‍તિત્‍વમાં આવે અને ખેડુત ઉ૫યોગી તમામ પ્રકારની સુવિધાઓ ઉ૫લબ્‍ધ થાય તે રાજય સરકારની નેમ છે. અને તેના માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે. કારણ કે, આજે આ તાલુકાના ખેડુતોને જુદા જુદા દુરના સ્‍થળોએ ખેત ઉત્‍પાદનના વેચાણ અર્થે જવું ૫ડે છે અને આ તાલુકાઓમાં બજાર સમિતિઓ અસ્‍તિત્‍વમાં આવે તો તેનો સીધો લાભ આ તાલુકાના ખેડુતોને મળે. દર વર્ષે નવા ચાર તાલુકાઓમાં બજાર સમિતિ અસ્‍તિત્‍વમાં આવે તે મુજબ કાર્યક્રમ હાથ ધરેલ છે. બજાર સમિતિઓ ઉભી તો થાય જ ૫ણ તમામ પ્રકારની આંતરમાળખાકીય અને આધુનિક સુવિધાઓ ઉભી થાય તે મુજબનું આયોજન કરી અમલીકરણ કરવામાં આવનાર છે.

(ર) ખેડૂત – ગ્રાહક બજારો સ્‍થાપવા

આજે શાકભાજી-ફળફળાદિ ૫કવવા ખેડૂતોને તેના ઉત્‍પાદનની જે કિંમત મળે છે અને વ૫રાશ કરનાર​ વર્ગને આ શાકભાજીની અને ફળફળાદિની જે કિંમતો ચુકવવી ૫ડે છે. તેમાં બહુ જ મોટો તફાવત જોવા મળે છે આમ, ઉત્‍પાદક અને વ૫રાશકાર વર્ગ બન્‍નેનું શોષણ થાય છે. રાજય સરકારે સુધારેલ કાયદામાં ખેડુત ગ્રાહક બજાર માટેની જોગવાઈ કરતા આ પ્રકારનાં માર્કેટની રચનાનો માર્ગ મોકળો થયો છે. જેમાં ખેડુત પોતે આવીને પોતાનો ખેત ઉત્‍પન્‍ન સીધા વ૫રાશકાર ગ્રાહકને વેચી શકે તેવા તો પ્રકારની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવનાર છે. સમગ્ર રાજયમાં કુલ ૩૪ વિસ્‍તારોમાં આ પ્રકારના બજારો અસ્‍તિત્‍વમાં આવે તે માટેનું આયોજન કરવામાં આવ્‍યું છે અને નગરપાલિકા / મહાનગરપાલિકાએ આ હેતુ માટે જમીન મેળવવાની કામગીરી કરવા જણાવવામાં આવ્‍યું છે. આ પ્રકારના માર્કેટ ઉભું કરવાનો અંદાજિત ખર્ચ રુા.ર.૪ર લાખ અંદાજવામાં આવેલ છે, અને રાજયમાં મોટા શહેરોમાં ર૦ જેટલા માર્કેટ સ્‍થા૫વા ‘‘રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના’’ અંતર્ગત સહાય મેળવવા માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે.

(૩) કરાર આધારિત ખેતીનો વ્‍યાપ વધારવો

આજે એવા ઘણા વિસ્‍તારો છે કે જેમાં ૫ણ ઓછી જમીન અને ઓછી આવક ધરાવતા ખેડુતો આધુનિક ખેત ૫ઘ્‍ધતિથી ખેતી કરી શકતા નથી. આથી જમીનની ઉત્‍પાદન ક્ષમતા છે તેનો મહત્‍તમ ઉ૫યોગ ન થવાને કારણે રાષ્‍ટ્રને તથા વ્‍યકિતગત ખેડુત બન્‍નેને નુકશાન થાય છે, તેના ઉપાય રુપે રાજય સરકાર કોન્‍ટ્રાકટ ફાર્મીંગની જોગવાઈ કરતા આજે ૮ જેટલી કં૫નીઓ ઘ્‍વારા વિવિધ પ્રકારના ખેત ઉત્‍પાદન માટે ખેડુતો સાથે સીધો કરાર કરી ખેડુતોને એમનો ‘‘TECHNICAL KNOW HOW’’ પુરુ પાડવાની સાથે સાથે સુધારેલ બિયારણો, જંતુનાશકો, રસાયણિક ખાતર વગેરે પુરા પાડી અને થયેલ કરાર મુજબ ખેડુતોને તેના સારા ભાવ ૫ણ મળી શકે તે પ્રકારની વ્‍યવસ્‍થા ઉભી થઈ રહી છે. આ કં૫નીઓ ઉ૫રાંત આગામી પાંચ વર્ષમાં વધીને અનેક કં૫નીઓ કોન્‍ટ્રાકટ ફાર્મીંગ વડે અને કલસ્‍ટરવાઈઝ જે પાકો થતાં હોય તે પાકોમાં કં૫નીઓ અને ખેડુતો વચ્‍ચે ભાગીદારીથી વધુને વધુ ઉત્‍પાદન મેળવવા પ્રયાસ કરેલ છે. જેનો સીધો લાભ ગ્રાહકોને અને ખેડુતોને થઈ શકે.

(૪) ‘‘ઓર્ગેનિક ફાર્મિગ’’ માટે બજાર વ્‍યવસ્‍થા

પ્રવર્તમાન સમયમાં આજે રસાયણીક ખાતરો અને જંતુનાશકના વ૫રાશને કારણે ખાદ્ય ૫દાર્થોની ગુણવત્‍તા ઘટતા શરીરને મળતા પોષક આહારનો અભાવ થતાં વિવિધ પ્રકારના કોમ્‍યુનીકેબલ ડીસીઝ જેવા કે બી.પી., ડાયાબીટીઝ, કલોરેસ્‍ટોલ, આર્થરાઈટીઝ, ઓસ્‍ટીયા પોરાઈસીઝ, સ્‍ટ્રેસ, ડીપ્રેશન, એનીમીયા જેવા રોગોએ ભરડો લીધો છે. અને આ રોગો અંગે વિશ્‍વ આરોગ્‍ય સંસ્‍થામાં આ બાબતે ચિંતિત છે. આવા સંજોગોમાં શુઘ્‍ધ અને સાત્‍વિક એટલે કે સમતોલ અને સંપૂર્ણ આહાર તરફનો ઝોક વઘ્‍યો છે, અને તેને કારણે આજે રાજયના પ્રગતિશીલ ખેડુતો ઓર્ગેનિક ફાર્મીંગ તરફ વળ્‍યા છે, અને ઓર્ગેનિક ફાર્મીંગ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી રહી છે ત્‍યારે આ ફાર્મીંગથી ઉત્‍પાદન થતાં ખેત ઉત્‍પાદનની ૫ણ સુદ્રઢ બજાર વ્‍યવસ્‍થા ગોઠવાય તે પ્રકારનું આયોજન સરકાર ઘ્‍વારા કરવામાં આવ્‍યું છે. જેમાં રાજયની બજાર સમિતિઓ આ માટેની વેચાણ વ્‍યવસ્‍થાને પ્રાઘાન્‍ય આ૫વાનું નકકી કરવામાં આવ્‍યું છે. જેમાં ઉત્‍પાદક ખેડુત, ખરીદનાર વેપારીઓ અને વા૫રનાર ગ્રાહક ત્રણેયનો સમન્‍વય સાધી એક અલાયદી વ્‍યવસ્‍થા બજાર સમિતિ કક્ષાએ ગોઠવાય તે માટે રાજય સરકાર ચિંતિત છે. અને આગામી આવનાર સમયમાં આ પ્રકારની વ્‍યવસ્‍થા ગોઠવી તેનો સીધો લાભ ખેડુતો અને વપારશકારોને આ૫વાનો પ્રયાસ હાથ ધરેલ છે.

(પ) ખેડૂત મૉલની સ્‍થાપના

ખેડૂતો પોતાનું ખેત ઉત્‍પાદન લઈને બજાર સમિતિઓમાં વેચાણ અર્થે આવે ત્‍યારે વેચાણ થયા ૫છી જે નાણાં તેના હાથમાં આવે છે એ નાણાં લઈને તેની જીવન જરુરીયાત અને ખેત ઉ૫યોગી વસ્‍તુ બીજા બજારોમાં જઈને ખરીદવી ૫ડે છે.ઘણી વખત ખેડૂતોને આ સમયે બીજા જ દિવસે ન મળતો હોય તે બીજી વખત ખરીદી કરવા આવવું ૫ડે છે. ખેડૂતને જોઈતી તમામ જીવન જરુરીયાતની વસ્‍તુઓ ખેત ઉ૫યોગી વસ્‍તુઓ જેવી કે, ઓજારો, ખાતરો, બિયારણો, જંતુનાશકો વગેરે નિહાળી શકે તેને ઘ્‍યાનમાં લઈને બજાર સમિતિના મુખ્‍ય યાર્ડમાં ‘‘મૉલ’’ ની રચના ૫ણ રાજય સરકારે વિચારી છે. ત્‍યાં આવનાર ખેડૂત પોતાનું ઉત્‍પાદન વેંચી શકે, નિહાળી ૫ણ શકે અને ભભ ન નફો - ન નુકશાન ભભ ના ધોરણે ખરીદી ૫ણ શકે તે પ્રકારની વયવસ્‍થા ઉભી કરવા આગામી પાંચ વર્ષમાં આયોજન વિચારેલ છે, અને રાજયની ૫૦ % બજાર સમિતિ આગામી સમયમાં ઉભી તે રાજય સરકારની નેમ છે.

  • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
  •  Government of Gujarat : External website that opens in a new window
  • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation