Achievements, Information of achieved Awardsવાર્ષિક અહેવાલ
કાર્યક્રમો અને યોજનાઓ

કાર્યક્રમો અને યોજનાઓ

આયોજન હેઠળ અમલી યોજનાઓઃ

વરહ : કિસાન કલ્‍પવૃક્ષ યોજના :-

સરકારશ્રીના તાઃ- ર૮/૧ર/ર૦૧૦ના ઠરાવ ક્રમાંક : એપીએમ-૧ર-ર૦૦૮-૧૮૩-ગના ઠરાવથી વરહ : કિસાન કલ્‍પવૃક્ષ યોજના અંતર્ગત નીચે જણાવેલ હેતુઓ માટે સહાય મંજુર કરવામાં આવે છે.

(૧) ઓકશન શેડ, (ર) લોડીંગ શેડ, (૩) અનલોડીંગ શેડ, (૪) પાર્કીગ શેડ, (પ) ડ્રાયર શેડ, (૬) માર્કેટયાર્ડની દિવાલ ફેન્‍સીંગ ગેઈટ સાથે, (૭) આંતરીક પાકા રસ્‍તા, (૮) પેવર ફલોરીંગ, (૯) બાયોગેસ સાથેનું સોલીડ વેસ્‍ટ ડીસ્‍પોઝલ પ્‍લાન્‍ટ, (૧૦) રૂમ સાથેના વે-બ્રીજ (નાના તથા મોટા વજન કાંટા સાથે) (૧૧) અનાજ, કઠોળ તથા મસાલા સાફ કરવાના કલીનીંગ, વોશીંગ, ગ્રેડીંગ, પેકેજીંગના યુનીટ, (૧ર) વેજીટેબલ એન્‍ડ ફ્રુટ કોલ્‍ડરૂમ / કોલ્‍ડ સ્‍ટોરેજ, (૧૩) ઓટોમેટીક ડ્રાયર સેન્‍ટર, (૧૪) બેલીંગપ્રેસ, (૧પ) એગ્‍જ સ્‍ટોરેજ સેન્‍ટર, (૧૬) દૂધ કલેકશન સેન્‍ટર, (૧૭) ઈન્‍ફર્મેશન સેન્‍ટર, (૧૮) ફ્રુટ એન્‍ડ વેજીટેબલ માટે પ્રાયમરી પ્રોસેસીંગ સેન્‍ટર, (૧૯) ગ્રેડીંગ, કલીનીંગ, વેકસિંગ એન્‍ડ પેકેજીંગ સુવિધા, (ર૦) પ્રિ.કુલીંગ એકમો, (ર૧) રાઈપનીંગ ચેમ્‍બર,(રર) ફ્રુટ એન્‍ડ વેજીટેબલ માર્કેટ,(ર૩) ફાર્મર્સ ટ્રેનીંગ સેન્‍ટર, (ર૪) શૌચાલય તથા બાથરૂમ, (રપ) કંપાઉનડ વોલ ગેઈટ સાથે, (ર૬) એમ્‍બ્‍યુલન્‍સવાન

સરકારશ્રીના તાઃ-ર૩/૦૯/ર૦૧૧ના ઠરાવ ક્રમાંક : એપીએમ-૧ર-ર૦૧૦-૧૮૩-ગના ઠરાવથી વરહ : કિસાન કલ્‍પવૃક્ષ યોજના અંતર્ગત નીચે જણાવેલ બીજા ૭(સાત) હેતુઓ માટે સહાય મંજુર કરવામાં આવે છે.

(૧) ઓફિસ બિલ્‍ડીંગ, (ર) શોપ્‍સ કમ ગોડાઉન, (૩) પ્‍લેટફોર્મ, (૪) રેસ્‍ટ હાઉસ, (પ) ખેડૂત કેન્‍ટીન, (૬) લાઈટ વ્‍યવસ્‍થા, (૭) ફ્રુટ શોપ્‍સ

આમ, ઉકત જણાવેલ વિગતેના કુલ-૩૩ હેતુઓ માટે ‘અ’-વર્ગ અને ‘બ’-વર્ગની બજાર સમિતિઓને રપ ટકા તથા ‘ક’-વર્ગ અને ‘ડ’-વર્ગની બજાર સમિતિઓને પ૦ ટકા સહાય ચૂકવવાના ધોરણો નકકી કરવામાં આવેલ છે. તેમજ રૂા.પ/- કરોડની મયાદામાં સહાય ચૂકવવાનું ઠરાવેલ છે.

સરકારશ્રીના તાઃ-૧૬/૦૬/ર૦૧૧ના ઠરાવ ક્રમાંકઃએપીએમ-૧ર-ર૦૦૮-૧૮૩-ગના ઠરાવથી વરહ : કિસાન કલ્‍પવૃક્ષ યોજના અંતર્ગત નીચે જણાવેલ હેતુઓ માટે સહાય મંજુર કરવામાં આવે છે.

ખેડૂત અને વેપારી માટે ગોડાઉન બનાવવા માટે અલગ અલગ ધોરણો નકકી કરવામાં આવેલ છે. જેમાં ખેડૂતો માટેના ગોડાઉનો બનાવવા માટે કુલ પ્રોજેકટ કોસ્‍ટના પ૦ ટકા તથા વેપારી (વેપારી તથા અન્‍ય) ના ગોડાઉનો બનાવવા માટે કુલ પ્રોજેકટ કોસ્‍ટના ૩પ ટકા સહાય ચૂકવવાનું ઠરાવવામાં આવેલ છે. તેમજ પ૦/- લાખની મર્યાદામાં સહાય ચૂકવવાનું ઠરાવેલ છે.

સરકારશ્રીના તાઃ- ર૮/૧ર/ર૦૧૦ના ઠરાવ ક્રમાંક : એપીએમ-૧ર-ર૦૦૮-૧૮૩-ગના ઠરાવથી સરહ : કિસાન કલ્‍પવૃક્ષ યોજના અંતર્ગત નીચે જણાવેલ હેતુઓ માટે સહાય મંજુર કરવામાં આવે છે.

  • વેચાણ કમ પ્રદર્શન સેન્‍ટર
  • ખેડૂતો માટેનો શેડ / પ્‍લેટફોર્મ
  • ડ્રીપ ઈરીગેશન માટેના ડ્રેમોસ્‍ટેશન ફાર્મ
  • શાકભાજી બજારમાં ઈન્‍ફર્મેશન કિયોસ્‍ક
  • સોઈલ ટેસ્‍ટીંગ લેબોરેટરી
  • પાણીની વ્‍યવસ્‍થા, જેવીકે, બોરવેલ, ટયુબવેલ, વોટરકુલર, આર.ઓ.પ્‍લાન્‍ટ, ઓવરહેડ ટાંકી, અંડર ગ્રાઉન્‍ડ ટાંકી
  • સોલાર લાઈટીંગ સીસ્‍ટમ.

આમ, ઉકત જણાવેલ વિગતેના કુલ-૭ હેતુઓમાં અ.નં. ૧ થી ૪ હેતુઓ માટે તમામ બજાર સમિતિઓને ૧૦૦ ટકા લેખે પ૦/- લાખની મર્યાદામાં સહાય ચૂકવવાનું ઠરાવેલ છે. તેમજ અ.નં. પ થી ૭ ના હેતુઓ માટે ‘અ’-વર્ગ અને ‘બ’-વર્ગની બજાર સમિતિઓને રપ ટકા તથા ‘ક’-વર્ગ અને ‘ડ’ - વર્ગની બજાર સમિતિઓને પ૦ ટકા લેખે સહાય ચૂકવવાના ધોરણો નકકી કરવામાં આવેલ છે. તેમજ રૂા.પ૦/- લાખની મર્યાદામાં સહાય ચૂકવવાનું ઠરાવેલ છે.

વરહ : ટર્મીનલ માર્કેટ બનાવવાની યોજનાઃ-

આ યોજના નાણાંકીય વર્ષ : ર૦૧૧-૧રના વર્ષથી અમલમાં આવેલ છે, જેમાં સરકારશ્રીએ ગુજરાત રાજય એગ્રો ઈન્‍ડસ્‍ટ્રીઝ કોર્પોરેશનને નોડલ એજન્‍સી તરીકે નિયુકતિ કરેલ છે, આ યોજના હેઠળ ગત નાણાંકીય વર્ષમાં રૂા. ર૦૦/- લાખની જોગવાઈ કરવામાં આવેલ હતી, પરંતુ ગુજરાત રાજય એગ્રો ઈન્‍ડસ્‍ટ્રીઝ કોર્પોરેશન તરફથી પ્રગતિ ન જણાતાં ખર્ચ થવા પામેલ નથી, પરંતુ ચાલુ નાણાંકીય વર્ષ : ર૦૧ર-૧૩ના વર્ષમાં રૂા.ર૦૦/- લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાં ખર્ચ થનાર છે.

વરહ : ગુજરાત કૃષિ બજાર બોર્ડને ફાળો આપવાની યોજનાઃ-

આ યોજના ઘણાં સમયથી અમલમાં મૂકેલ છે, આ યોજના હેઠળ બજાર સમિતિઓના નફામાંથી સરકારશ્રીમાં વિકાસ ફાળા પેટે જમા કરાવવાની હોય છે, જેની સામે સરકારશ્રીમાંથી બજાર સમિતિઓનાં વિકાસ કરવા માટે ભરેલ વિકાસ ફાળાના પ ટકા લેખે સહાય મંજુર કરવામાં આવે છે. જે ગુજરાત રાજય, કૃષિ બજાર બોર્ડને આપવામાં આવે છે, જેમાંથી ગુજરાત રાજય, કૃષિ બજાર બોર્ડ ઘ્‍વારા બજાર સમિતિઓનાં સેક્રેટરીઓને તાલીમ, અભ્‍યાસ પ્રવાસ તેમજ વિવિધ વિકાસના કામો માટે સહાયનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ચાલુ નાણાંકીય વર્ષ : ર૦૧ર-૧૩ના

વર્ષમાં રૂા. ૬/- લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાં પૂરેપૂરો ખર્ચ થનાર છે.

  • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
  •  Government of Gujarat : External website that opens in a new window
  • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation